દરજી સમાજના એકતાના પ્રતીકરૂપ, શ્રી સમસ્ત વણકર સમાજ મુંબઈ દ્વારા રવિવાર, તા. ૨૫ મે, ૨૦૨૫ના રોજ કાંદિવલી વેસ્ટ સ્થિત શ્રી વાંઝા વાડી ખાતે ભવ્યાતિભવ્ય “યુવક/યુવતિ પરિચય સંમેલન અને સમાજ શ્રેષ્ઠી સન્માન ઉત્સવ” યોજાયો હતો. આ પ્રસંગે મુંબઈ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સમાજબંધી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શુભ શરૂઆત
વિશિષ્ટ મહેમાનો, સમાજના પ્રમુખો અને જીવનસાથીની શોધમાં આવેલા યુગલની હાજરીમાં દીપપ્રાગટ્યથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ જેઠવાએ સન્માનનીય મહેમાનોને મંચ પર આમંત્રિત કર્યા અને બાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી ડૉ. રમેશભાઈ મકવાણાએ ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન આપ્યું.

સૌપ્રથમ પરિચય મિલનનું સોવિનિર વિમોચન
આ ઐતિહાસિક પ્રસંગે યુવક યુવતિ પરિચય મિલનના પ્રથમ સોવિનિરનું વિમોચન શ્રી બળવંતભાઈ ખોરાસિયા (પ્રમુખ – વાંઝા વાડી યુવક મંડળ)ના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું સૌએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું
મહાનુભાવોના ઉપસ્થિતી
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો:
- આર્કિટેક્ચર શ્રી રસિકભાઈ હિંગુ
- ડૉ. મહેન્દ્રભાઈ પરમાર
- CA મનસુખભાઈ એલ. જેઠવા
- શ્રી રમેશભાઈ એમ. પરમાર
- શ્રી અશોકભાઈ વેલજી જેઠવા
- શ્રી સુનીલભાઈ વી. ભરખડા
- શ્રી છોટુભાઈ કે. ગોહેલ
- CA મુકેેશભાઈ કે. ગોહેલ
- શ્રી તુલસીભાઈ ખોરાસિયા
- શ્રી જયંતિભાઈ જરીવાલા
- શ્રી જયેશભાઈ કે. ગોહેલ
આ ઉપરાંત ભાવનગરથી પધારેલા શ્રી સંજયભાઈ ડાભી (મિડિયા તંત્રી), શ્રી જયેશભાઈ જેઠવા (વિનશ દરજી મેગેઝિન), શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ ગોહિલ, તેમજ મુંબઈ નગરસેવિકા રિટાબેન મકવાણાનું શાલ અને ભાગવત ગીતા આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન
વિશિષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું:
- સ્વ. બેરિસ્ટર ગિરિધરભાઈ વી. પરમાર – સમાજ સેવા
- શ્રી જગજીવનભાઈ વી. જેઠવા – સમાજ સેવા
- શ્રીમતી જયશ્રીબેન કલ્પેશભાઈ વાઘેલા – સાહિત્ય ક્ષેત્રે
તેમને સન્માનપત્ર, શાલ અને ભાગવત ગીતાજી ભેટ આપી સન્માનિત કરાયા.
કાર્યકર્તાઓનું આદરસૂચક બહુમાન
આ ઐતિહાસિક કાર્યક્રમના સુચારુ આયોજન માટે મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ જેઠવાએ તન-મન-ધનથી સેવા આપી. તેમને અને તેમના સહયોગી ખજાનચી શ્રીમતી જયશ્રીબેન દિવેચાને પણ શાલ અને ગીતાજી આપી બહુમાનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે સમાજ સ્થાપક સ્વ. ભગવાજીભાઈ કાનજીભાઈ મિસ્ત્રી તેમજ તમામ પૂર્વ આગેવાનોને ભાવસભર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિનું વાચન શ્રીમતી જયશ્રીબેન દિવેચાએ કરેલ.
પરિચય સત્રની ઉજવણી
આજના મુખ્ય કાર્યક્રમ — યુવક યુવતિ પરિચય સત્રમાં ૧૪૦થી વધુ ઉમેદવારો એ ભાગ લીધો. મંચ પરથી જયશ્રીબેન દિવેચા અને શ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રીએ ઉમેદવારોને મંચ પર આમંત્રિત કરી પરિચય આપ્યો. શ્રી સંજયભાઈ ડાભી એ પણ ખૂબ સારો સહયોગ આપ્યો અને સમગ્ર વાતાવરણ ઉત્સાહભેર ભરેલું હતું.
શુભ આશીર્વચન
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા આશીર્વાદભર્યા શબ્દો પાઠવાયા અને જેમણે હાજરી આપી શકી ન હતી એવા મહાનુભાવોએ પોતાના શુભસંદેશ પાઠવ્યા:
- પદ્મશ્રી ડૉ. પ્રવીણભાઈ દરજી
- શ્રી કિરીટભાઈ ચાવડા (તંત્રી – મુંબઈ તરંગ)
- શ્રી જયદીપભાઈ દરજી (સત્ય વિચાર દૈનિક)
- શ્રી સુરેશભાઈ ચાવડા (અખિલ સમસ્ત વાંઝા સમાજ)
- શ્રી મોહનભાઈ ઘેરવડા
- શ્રીમતી રશ્મિબેન ગોહિલ
- શ્રી ગુણવંતભાઈ ગોહિલ
- શ્રી ડાહ્યાભાઈ દરજી
- શ્રી ગૌતમભાઈ વાઘેલા
- શ્રી કલ્પેશભાઈ દમણીયા (પૂણા)
- શ્રી જનકભાઈ દરજી (ગાંધીનગર)
- શ્રી રશ્વિનભાઈ ડોડીયા (બગસરા)
ભોજન સમારંભ અને અંતિમ મંચ
કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સહરસ ભાગ લીધો અને કાર્યક્રમની યાદગાર બનાવતી ક્ષણોને માણી. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી અશ્વિનભાઈ અને શ્રીમતી જયશ્રીબેન દિવેચાએ ખૂબ શુસ્તીથી કર્યું. અંતે પ્રમુખ શ્રી ડૉ. રમેશભાઈ મકવાણાએ સૌને શુભેચ્છાઓ પાઠવી.
આ કાર્યક્રમે ફરીવાર સાબિત કર્યું કે જો સંગઠન સશક્ત હોય, કાર્યપદ્ધતિ સુદૃઢ હોય અને સમાજ માટે સેવાભાવ હોય, તો કોઈ પણ કાર્ય ભવ્ય બની શકે છે. ઉપસ્થિત દરેકના મુખ પર સંતોષ અને સમૃદ્ધિની ઝાંખી જોઈ શકાય હતી.

અહેવાલ : મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ જેઠવા- મુંબઈ





















