શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સમસ્ત દરજી સમાજના ધોરણ ૧૨ (૫૦% સાથે) પાસ હોય તેવા અને અઢાર વર્ષ ઉપરના ભાઈઓ – બહેનો માટે સરકારી ખાતાઓમાં ભરતી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવાના વર્ગો ની બીજી બેચ તા. ૨૫.૦૪.૨૦૨૫ થી સરકારી અધિકારીઓ અને “રોજગાર એકેડેમી” ના સહયોગથી અને સરકારી ગ્રાન્ટ / સબસીડી અન્વયે તદ્દન ફ્રી શરૂ કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ના વર્ગનો સમય સાંજે ૫ થી ૬.૩૦ રહેશે.

સરકારી ખાતાઓમાં ભરતી માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરવા માંગતા સમસ્ત દરજી સમાજના ભાઈઓ – બહેનો એ શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ ની વાડી, મતવા ચોક, ભાવનગર ખાતે સવારે 10 થી 12 માં નીચે પ્રમાણેના ઓરિજિનલ અને ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથે તા. ૨૪.૦૪.૨૦૨૫ સુધીમાં રૂબરૂ ફોર્મ ભરી જવું.

  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • આધાર કાર્ડ (બંને સાઇડ)
  • પરિશિષ્ટ 2 લખેલું (OBC) જાતિનું પ્રમાણપત્ર
  • પિતાનો આવકનો દાખલો (આવક મર્યાદા વાર્ષિક 4 લાખ)
  • રેશન કાર્ડ (પહેલું પેજ અને છેલ્લુ પેજ) અથવા ચૂંટણી કાર્ડ
  • સહીનો નમૂનો.

વધુ વિગત માટે ૯૪૨૬૨૬૬૦૦૧ પર સંપર્ક કરવો