અદિતિ ચાવડા દ્વારા આર્કિટેક્ચરમાં ડિસ્ટિંશન મેળવી સમાજનું ગૌરવ વધાર્યું

શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ – ટ્રસ્ટ ભાવનગરની ઉત્કૃષ્ટ સંસ્કારસભર પરિવાર પરંપરાને આગળ ધપાવતી ઉદાહરણરૂપ ઘટના માં, ટ્રસ્ટના માનનીય મંત્રી શ્રી ભાવેશ હિંમતભાઈ ચાવડા ની લાડકી દિકરી ચિરંજીવી અદિતિ ભાવેશ ચાવડાએપ્રિલ ૨૦૨૫ માં લેવાયેલ બેચલર ઓફ આર્કિટેક્ચર (બી. આર્ક) ના અંતિમ સત્રની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ વિથ ડિસ્ટિશન સાથે સફળતા મેળવી છે.

અદિતિએ આ સિદ્ધિ માત્ર પોતાનાં પરિવાર માટે નહિ પરંતુ સમગ્ર દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ તથા સમાજ માટે ગૌરવની લાગણી ઉભી કરી છે. એક મહિલા તરીકે આર્કિટેક્ચર જેવા ટેક્નિકલ અને સર્જનાત્મક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ સાથે ઉન્નતીનો રસ્તો બનાવવો એ યુવાન પેઢી માટે પ્રેરણાનું સ્ત્રોત છે.

આ પ્રસંગે ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓએ અદિતિને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “સમાજના યુવાન-યુવતીઓ પોતાના કારકિર્દીક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરે અને પરિવાર સાથે સાથે સમગ્ર સમાજને ગૌરવ અપાવે એ અનમોલ વાત છે.”

અદિતિના પિતા શ્રી ભાવેશભાઈ વર્ષોંથી સમાજસેવામાં નિષ્ઠાથી જોડાયેલ છે અને સમાજહિતના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને પોતાની દીકરી દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવી તે માટે વ્યકિતગત અને સામૂહિક ગૌરવના પળો છે.

શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ – ટ્રસ્ટ ભાવનગર તરફથી સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી ચિરંજીવી અદિતિ ભાવેશ ચાવડા ને હાર્દિક અભિનંદન સાથે ભવિષ્યમાં વધુ અને વધુ સિદ્ધિઓ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી જણાવવામાં આવ્યું કે, “આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય સતત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં પણ આવા ઉત્તમ પરિણામ લાવનાર તેજસ્વી ભવિષ્યના નિર્માતાઓ માટે વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે.”