શ્રી દિવેચા વાંઝા જ્ઞાતિ દ્વારા હવન અને સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન – ૨૦૨૫

કાંદિવલી દેસાઈ વાડી ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ શ્રી દિવેચા વાંઝા જ્ઞાતિ દ્વારા ભવ્ય હવન યજ્ઞ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયે માતાજીની સ્થાપનાની સાથે પૂજન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો.

સમાજના મહિલા મંડળ અને બહેનો દ્વારા કન્યાઓને ગિફ્ટ આપવામાં આવ્યા. ત્યારબાદ બપોરે જમણવારનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને વડીલ સભ્યો સુધીના તમામે રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ રમતગમતનું સંચાલન દિવ્યાબેન જેઠવા, જયશ્રીબેન દિવેચા, વીણાબેન દિવેચા અને ગીતાબેન ખત્રી દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. હવનની પૂર્ણાહુતિ પછી પ્રમુખ જયેન્દ્રભાઈ દિવેચા, ઉપપ્રમુખ જયશ્રીબેન દિવેચા, અને શૈલેષભાઈ દિવેચાએ સભ્યોને મંતવ્ય માહિતી આપી હતી.

ગયા વર્ષે પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને ઈનામો શ્રી દિલીપભાઈ વાઘેલા તથા શ્રી ક્રિમેશભાઈ દિવેચા દ્વારા આપવામાં આવ્યા હતા. રમતગમતના વિજેતાઓને ઇનામો શ્રી મનોજભાઈ દિવેચા તરફથી એનાયત કરવામાં આવ્યા હતા.

તદુપરાંત, સમાજના સિનિયર સિટિઝનનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળ અને સુસંગત બનાવવા માટે કારોબારી સભ્યોનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો. અંતે સભ્યોએ ભોજનનો આનંદ માણી, “આવતા વર્ષે ફરી મળશું”ના સંકલ્પ સાથે વિદાય લીધી હતી.