શ્રી હિંગળાજ માતાજીની અસીમ કૃપાથી, શ્રી પ્રભાસ પાટણ વણકર (વાંઝા) જ્ઞાતિ મંડળ, મુંબઈ દ્વારા પ્રગટ્યા મહોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન ૨૭ એપ્રિલ ૨૦૨૫, રવિવાર, ના રોજ શ્રી સંતોષી માતા મંદિર હોલ, બારોટ વાડી, કામલેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૮૬ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું:
- ૧૧:૩૦ થી ૧:00: ભેટ વિતરણ
- ૧:૩૦ થી ૨:૩૦: શિરામણ
- ૩:૦૦ થી ૩:૩૦: શ્રી હિંગળાજ માતાજીની આરતી
- ૪:૦૦ થી ૭:૩૦: રસ ગરબા
- ૮:૦૦ થી ૯:૩૦: મહાપ્રસાદ
દર વખતની જેમ, આ વર્ષે પણ સમાજમાં વસતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહનરૂપ ભેટો વિતરણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના દરેક સભ્યોએ તન, મન અને ધનથી સહયોગ આપી હિંગળાજ માતાજીના પ્રગટ્યા મહોત્સવને યાદગાર બનાવ્યો. અંતે માતાજીના આશીર્વાદ સદા દરેકના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ વરસાવે એવી પ્રાર્થના સાથે કાર્યક્રમ સંપન્ન થયો.
જય માતાજી!




