કાંદીવલી (પશ્ચિમ) – સંવત ૨૦૮૧, ચૈત્ર વદ ૧૩/૧૪, શનિવાર, તારીખ ૨૬-૦૪-૨૦૨૫ના રોજ શ્રી વાંઝા જ્ઞાતિની વાડી, મથુરાદાસ રોડ, કાંદીવલી (પશ્ચિમ) ખાતે શ્રી ભરખડા પરિવાર અને વાઝા પરિવાર દ્વારા શ્રી હરસિદ્ધિ માતાજીનો ૨૧મો હવન યજ્ઞ ભવ્ય રીતે યોજાયો.
યજ્ઞનું શુભારંભ સવારે ૯:૦૦ કલાકે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. બપોરે ૧:૦૦ વાગે ફરાળનો લાભ આપવામાં આવ્યો અને સાંજે ૫:૦૦ વાગે બીડું હોમવામાં આવ્યું. ત્યારબાદ સાંજે ૭:૦૦ વાગે મહાપ્રસાદનું આયોજન થયું હતું. ખાસ આ પ્રસંગે સમાજના મહિલા મંડળ દ્વારા રાસગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી, જેને હાજર ભક્તજનો દ્વારા વિશેષ સમર્થન મળ્યું.
આ પવિત્ર કાર્યક્રમમાં શ્રી સુનિલભાઈ વૃન્દાવનભાઈ ભરખડા, શ્રી ચેતનભાઈ પીતામ્બરભાઈ ભરખડા, શ્રી રાજેશભાઈ દુર્લભભાઈ ભરખડા સહિત સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિભાવથી યજ્ઞમાં ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો.




