શ્રી હિંગળાજ માતાજી પ્રગટ્યા મહોત્સવ 2025 – સમાજમાં ઊર્જા અને ધાર્મિક એકતાનું પાવન ઉત્સવ

શ્રી હિંગળાજ માતાજી પ્રગટ્યા મહોત્સવ: સમાજના યુવાનોમાં નવો ઉર્જાસ્રોત બનતો પરંપરાગત ઉત્સવ

શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ – સુરત તરફથી આનંદ સાથે જણાવવાનું કે તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૫, ચૈત્ર વદ અમાસના પાવન દિવસે માં હિંગળાજ માતાજીના પ્રગટ્યા દિવસની ઉજવણી ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક શહેરો તથા ગામડાઓમાં હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.

જ્યાં જ્યાં માં હિંગળાજની કૃપા છે, ત્યાં યુવાનોને ધર્મના માર્ગે આગળ વધવાની સજીવ પ્રેરણા મળે છે. સમાજના યુવાનો દ્વારા ગામો અને શહેરોમાં માતાજીના જન્મ દિવસ નિમિતે શોભાયાત્રા, આરતી, કીર્તન, રસ ગરબા અને ભક્તિપ્રવૃત્તિઓ યોજી ધાર્મિક ઉન્મેષનો સુખદ અનુભવ પ્રાપ્ત થયો છે.

આવતા સમયમાં તમામ તાલુકા અને શહેરો ચૈત્ર મહિનાની આમાસના દિવસે માં હિંગળાજના જન્મદિનની ઉજવણી મરિયાદિત અને સચોટ રીતે કરે તેવી આશા વ્યક્ત થાય છે. માત્ર બે થી ત્રણ કલાકનું સમય આપીને પણ આરતી, કીર્તન, રાસ-ગરબા અને ભજન દ્વારા માનો મહિમા ગાઇ શકાય છે.

આપણા પૂર્વજો દર ચૈત્ર અમાસે મા હિંગળાજની આરાધના કરતા, તેમની પરંપરાને આગળ વધારવાની ફરજ હવે યુવા પેઢી પાસે છે. સમાજમાં માતાજીનો ઈતિહાસ, વિશ્વાસ અને આધ્યાત્મિકતા સતત જીવંત રહે, તે માટે આ પ્રકારના આયોજન મહત્ત્વ ધરાવે છે.

ઉના, તાલાલા, ગીર ગઢડા, પ્રાચીગામ, પ્રભાસ પાટણ, વેરાવળ, માંગરોળ, ભાણવડ, સુરત, જામનગર અને મુંબઈ જેવા શહેરોમાં માતાજી માટે શોભાયાત્રાઓ તથા સભાઓનું આયોજન કરાયું હતું. કેટલાક વિસ્તારોમાં કન્યા પૂજન અને બટુક ભોજન પણ યોજવામાં આવ્યા હતા.

આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજના એકતા, આત્મવિશ્વાસ અને ધાર્મિક જાગૃતિ માટે પાયો રૂપ બને છે. ખાસ કરીને યુવાનો માટે આ કાર્યક્રમો એક ઉત્તમ અનુભવ આપે છે જે તેમને તેમના મૂળ અને સંસ્કાર સાથે જોડે છે.

અંતે, સમગ્ર સમાજ તરફથી એક જ સંદેશ – “માતાજીની ભક્તિથી જ્ઞાન, સંસ્કાર અને એકતાનું વાવેતર થાય છે.”