શ્રી વાંઝા વણકર હિતવધક મંડળ (વેરાવળ), મુંબઈ દ્વારા હિંગળાજ માતાજીના જન્મદિવસ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વી.સ. ૨૦૮૧ના ચૈત્ર વદ અમાસે, તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રવિવારે, આ કાર્યક્રમ ઘાટકોપર (પૂર્વ) ખાતે આવેલ શ્રી ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાના પહેલા માળ પર સાંજે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી યોજાયું હતું.
આ મહિમાવાન પ્રસંગની શરૂઆત શ્રી હિંગળાજ માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સભ્યોએ ધરાવેલ શિરો તથા મીઠાઈનો પ્રસાદ સૌને વહેંચવામાં આવ્યો હતો. આ પ્રાર્થનાત્મક માહોલ પછી સૌએ રાસગરબા તથા શિરામણનો ભરપૂર આનંદ માણ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સૌ સભ્યોના ચહેરા પર હર્ષ અને ભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. મંડળના સભ્યોએ ઉમંગભેર કહ્યુ કે “આવતા વર્ષે ફરી એકવાર ભેગા થઈએ, મા હિંગળાજના આશીર્વાદ સાથે”.
જય માતાજી!


