શ્રીમદ ભાગવત કથા: શુક્રતાલમાં દરજી સમાજના અગ્રણી સભ્યોની ઉપસ્થિતિ

તા. ૩૧ મે ૨૦૨૫ થી ૦૭ જૂન ૨૦૨૫ સુધી હરિદ્વારના પવિત્ર શુક્રતાલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે દરજી સમાજના અગ્રણી સભ્યો, જેમ કે રાજકોટના એડવોકેટ શ્રી તનસુખભાઈ બી. ગોહેલ, અમદાવાદના શ્રી ગુણવંતભાઈ ડી. ગોહેલ, રાજકોટના શ્રી દિપકભાઈ સી. પીઠડીયા, અને પાલનપુરના શ્રી સુરેશભાઈ ટી. ચૌહાણ ઉપસ્થિત રહ્યા છે.

તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ સવારે દિલ્હી સ્ટેશન પર અખિલ ભારતીય રોહિલા મહાસભાના અધ્યક્ષ શ્રી સંજય રોહિલા, મહાસચિવ શ્રી મદન રોહિલા, શ્રી મહાવીર રોહિલા અને શ્રી મનોજ રોહિલા સહિતના સભ્યોએ ઉપસ્થિત રહીને તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું. ફુલહારની માળાઓથી સન્માનિત કર્યા અને અલ્પાહાર તથા ચાની વ્યવસ્થા કરી, જે પ્રસંગ ખૂબ આનંદદાયક રહ્યો.

શ્રી તનસુખભાઈ ગોહેલે સર્વે સભ્યો વતી આભાર વ્યક્ત કર્યો અને શુક્રતાલ માટે બસ દ્વારા રવાના થયા.