શ્રી હિંગળાજ માતાજી પ્રાગટ્ય મહોત્સવ


શ્રી હિંગળાજ માતા ની અસીમ કૃપા થી દર વખત ની જેમ આ વર્ષે પણ હિંગળાજ માતાજીના પ્રાગટય દિવસ નીમીતે મહોત્સવનું આપણા સમાજે ઊજવવાનું નક્કી કરેલ છે. આ આયોજન ચૈત્ર અમાસ, રવિવાર, તા. ૨૭.૦૪.૨૦૨૫ ના દીવસે રાખવામાં આવેલ છે. આ શુભ પ્રસંગે આપ સૌ ને સહ પરીવાર પધારવા ભાવભીનું વિનમ્ર નિમંત્રણ છે.

કાર્યક્રમની રૂપરેખા:
૧. બપોર ૧૧.૩૦ થી ૧.૦૦ ભેટ વિતરણ
૨. બપોરે ૧.૩૦ થી ૨.૩૦ શીરામણી
૩. બપોરે ૩.૦૦ થી ૩.૩૦ થી હિંગળાજ માતાજીની આરતી
૪. બપોરે ૪.૦૦ થી સાંજે ૭.૩૦ રાસ ગરબા
5. રાત્રે ૮.૦૦ થી ૯.૩૦ મહાપ્રસાદ

જન્મ જયંતિ નું સ્થળ:
શ્રી. સંતોષી માતા મંદિર હોલ,
બારોટ વાડી, કામાલેન, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૮૬.

દર વખતની જેમ આ વખતે પણ, બોમ્બે વાંઝા યુવક મંડળ (પ્રભાસ પાટણ) દ્વારા આપણા સમાજ ના મુંબઈ માં વસતા સ્કૂલ/કોલેજ/અન્ય કોર્સ માં ભણતા વિદ્યાર્થીઓના પ્રોતસાહન હેતુ ભેટ વિતરણ કરવાનું નક્કી કરેલ છે. આથી જે વિદ્યાર્થીઓ ના રિઝલ્ટ ૩૧.૦૩.૨૦૨૫ સુધી આવેલ છે તે જ વિધાર્થીઓ ને ભેટ દેવામાં આવશે તેની દરેક સભ્યો એ ખાસ નોંધ લેવી. તથા જે વિધાર્થીઓ ને ભેટ દેવાની છે તેમને સાથે લઈ આવવા ફરજિયાત રહેશે અને એમની ગેરહાજરી માં એમની ભેટ માંગી ને કાર્યકારી સભ્યો ને શરમાવા નહીં અને એમની ગેરહાજરી માં ભેટ કોઈ બી સંજોગો માં અન્યો ને દેવામાં નહીં આવે, તેની બધા સભ્યો એ ખાસ નોંધ લેવાની રહેશે.

આ પ્રસંગે સમાજ આપ સર્વે પાસેથી, આ માતાજી ના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે તન, મન, ધનથી સાથ સહકારની આશા રાખે છે. આ ઉત્સવમાં તમારો સાથ અને સહકાર અનિવાર્ય છે. શ્રી હિંગળાજ માતાના આશીર્વાદ આપ સર્વે પર સદા વરસતા રહે તેવી માતાજી ને પ્રાર્થના.

ખાસ નોંધ:
આ આયોજન પ્રભાસ પાટણ પૂરતું જ મર્યાદિત છે. જે કોઈપણ મેહમાન ને લાવવા ઇચ્છતા હોય તેને ૨ દિવસ પહેલા પ્રમુખ શ્રી. ધર્મેન્દ્ર ભાઈ ગોવિંદભાઈ ટિટા ( મોબાઇલ: 9870005641) ના આપેલ નંબર પર જાણ કરવાની ફરજિયાત રહશે અને તેમણે મહેમાન માટે વી.સી. ની રકમ વ્યક્તિ દીઠ જે નક્કી થશે તે દેવાની રહેશે.

લી.
પ્રમુખ શ્રી.ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ ટિટા.