માંગરોળ (તા. વેરાવળ): શ્રી સમસ્ત વાંઝા જ્ઞાતિ હિંગળાજ યુવક મંડળ દ્વારા માંગરોળ ખાતે શ્રી હિંગળાજ માતાજી પાટોત્સવ તારીખ ૨૭-૦૪-૨૦૨૫, રવિવાર, ચૈત્ર અમાસના પાવન દિવસે શાસ્ત્રીય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે માતાજીના પ્રગટ્યા દિન નિમિત્તે નવચંડી યજ્ઞ, કળશ સ્થાપના, શિરામણ, આરતી તથા મહાપ્રસાદ જેવા પવિત્ર કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉમંગભર્યા પાટોત્સવમાં માંગરોળ વાંઝા જ્ઞાતિના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વિનોદભાઈ ચાવડા તથા હિંગળાજ યુવક મંડળના પ્રમુખ શ્રી ચેતનભાઈ તુલશીભાઈ ટીખડીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી જેશુંખભાઈ ચાવડા, કેતનભાઈ ચાવડા, પ્રવીણભાઈ વઢવાણા, રાજુભાઈ વઢવાણા (વેરાવળ), દામજીભાઈ ઘેરવડા (ચોરવાડ), હિતેષભાઈ ચાવડા, મનસુખભાઈ (માધવપુર ટ્રસ્ટી), અલ્પેશભાઈ હિંગુ (રાજકોટ) તથા શ્રી નીતિનભાઈ ચાવડા (પત્રકાર, ગીર સોમનાથ) જેવી અગત્યની હસ્તીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પાવન અવસરે વાંઝા જ્ઞાતિના અનેક ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, ભક્તિભાવથી મહાપ્રસાદનો લાભ લીધો અને માતાજીના પાટોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.



