શ્રી હિંગળાજ માતાજી પ્રાગટ્ય મહોત્સવ


તાલાલા ખાતે શ્રી વાંઝા દરજી સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી હિંગળાજ યુવા કમિટી દ્વારા ગીરના પાટનગર એવા તાલાલા શહેરમાં સર્વપ્રથમ વાર શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ ૨૭-૪-૨૦૨૫ ને રવિવારના દિવસે કરવામા આવશે જેમાં સવારે ૯:૦૦ કલાકે શ્રી શ્રીબાઈ આશ્રમ થી શોભાયાત્રા તાલાલા શહેરમાં ડીજેના તાલે નીકળશે તે તાલાલા શહેરમાં પરિભ્રમણ કરી પાછી શ્રી શ્રીબાઈ આશ્રમે પહોંચશે બપોરે ૧૨:૦૦ કલાકે શ્રી હિંગળાજ માતાજીની કડાઈ નો પ્રસાદ ધરી સમૂહમાં આરતી કરવામાં આવશે ત્યારબાદ સૌ જ્ઞાતિજનો એક સાથે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરેલ છે

શોભાયાત્રા: તાલાલા ગીર સવારે:9:00
પ્રસાદી: બોપોરે 12:00

ખાસ નોંધ: સૌ જ્ઞાતિજનોએ સવારે ૯:૦૦ કલાકે શ્રી શ્રીબાઈ આશ્રમે ભાઈઓ તથા બહેનો બધાએ પહોંચી જવા વિનંતી